ગુજરાતમાં કોવિડ -૧૯ રોગચાળા ની માહિતી....
"પદયાત્રા".
અસાઇમેન્ટ- પુનિતા mem
રજીસ્ટ્રેશન નંબર- 12005213
વિદ્યાર્થીનું નામ: પ્રાર્થના દેવેન્દ્રકુમાર અમીન.
પ્રશ્ન- "કોરોના ના કારણે તમારા વિસ્તારમાં થયેલા ફેરફારો."
(કોરોનાવાયરસ) કોવિડ-19
વાયરસ પ્રકાર , સાર્સ કોરોનાવાયરસ [કોવિડ 19]
સ્થાન ભારત,ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં કોવિડ-19 વાયરસ અણધારી આફતની જેમ ફેલાયો. આ કોવિડ-૧૯ બીમારી નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાયો હતો.. ગુજરાતમાં 19 માર્ચ 2020ના રોજ આ વાયરસના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.
રાજ્યમાં આજ સુધી કુલ 2.62 લાખ (3 ફેબ્રુઆરી 2021) લોકોને કોવિડ-19 થઈ ચૂક્યો છે. આ પૈકી 2.5 લાખ દર્દી સાજા થયા છે. તથા 4,389 દર્દી મૃત્યુ પામ્યા....
- "મારા શહેરમાં કોરોના મહામારી ના કારણે થયા પરિવર્તનો નું વર્ણન "
અનુક્રમણિકા.
1- પૃષ્ઠભૂમિ
2- લોકડાઉન ક્યારે થયું (બધી જ તારીખ સહિત).
3 -_માનસિક તણાવ , માનસિક બીમારીઓ.
4-_થાળી વગાડવી (અમદાવાદમાં રેલી નીકળી).
5-_દીવો પ્રગટાવવો, મીણબત્તી પ્રગટાવી..
6_શિક્ષણ કાર્ય માં ફેરફાર.
7-_માસ પ્રમોશન ના પ્રશ્નો.
8-_વિદ્યાર્થીના ઓરીજનલ ડોક્યુમેન્ટ ના પ્રશ્નો.
9-_ugc guideline.
10-_પાન , મસાલા , તમાકું ની મારામારી(વ્યસનો)
11-_મજૂર વર્ગ ના પ્રશ્નો.
12-_રાહતો / જાહેર સૂચના ઓ.
13-_માસ્ક માહિતી.
14-_સેનેટાઈઝર ના પ્રશ્ન.
15- Lockdown દરમિયાન દાતાઓ.
પૃષ્ઠભૂમિ:
નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસ ને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં 2019-20 રોગચાળો ફાટી નીકળ્યો. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો..!
ગુજરાતમાં 19મી માર્ચ સુધી તબીબી પરીક્ષણમાં કોઈ પણ હકારાત્મક પરિણામ આવ્યું ન હતું. સુરતમાં ન્યુ યોર્કથી આવેલી એક 21 વર્ષની છોકરી અને રાજકોટમાં મદીનાથી આવેલા એક યુવકના પરિક્ષણમાં આ વિષાણુનો ચેપ જોવા મળ્યો હતો.ત્યારબાદ 20મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં અન્ય બે પરીક્ષણોના પરિણામોમાં પણ આ વિષાણુ નોંધાયા હતા; જેમાં બધા જ રોગગ્રસ્ત લોકો વિદેશથી પ્રવાસ કરી આવ્યા હતા. 21મી માર્ચે આ સંખ્યા વધીને 13 થઈ હતી અને તેમાંથી 12 લોકો વિદેશનો પ્રવાસ કરીને આવ્યા હતા...
23મી માર્ચ 2020ના રોજ કોવિડ-19ના કુલ 30દર્દીઓ નોંધાયા હતા, જેમાં 13 દર્દીઓ અમદાવાદ, 4 ગાંધીનગર, 6 વડોદરા, 4 સુરત, 1 કચ્છ અને 1 રાજકોટના હતા.26મી માર્ચ 2020ના રોજ કોરોનાવાયરસના કુલ 33 દર્દીઓ નોંધાયા હતા, જેમાં 15 દર્દીઓ અમદાવાદ, 7 ગાંધીનગર, 8 વડોદરા, 7 સુરત, 1 કચ્છ, 1 ભાવનગર અને 5 રાજકોટના હતા. 3 લોકોના મૃત્યુ થયા હતા...!
1 એપ્રિલના રોજ કુલ દર્દીઓ વધીને 83 નોંધાયા હતા અને કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના વાયરસના 31 કિસ્સાઓ સાથે અમદાવાદને કેન્દ્ર સરકાર દ્વારા હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું. 4 થી એપ્રિલના રોજ આ આંકડો 108 થયો હતો અને તેમાં 10 લોકોના અવસાન થયા હતા, જેમાંથી 62 કિસ્સાઓ સ્થાનિક સંક્રમણના શિકાર બન્યા હતા. 8 મી એપ્રિલ સુધી રાજ્યમાં કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓનો આંકડો 175 થયો હતો, 15 જણાં મૃત્યુ પામ્યાં હતા અને 25 લોકો સાજા થયા હતા; એક જ દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ શહેરમાં આ દરમિયાન સૌથી વધુ 83 પોઝિટિવ કેસ હતા જ્યારે બીજા ક્રમે સુરતમાં 22 કેસ હતાં...!
13 એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ બે દર્દીઓ નોંધાયા હતા.૧૪મી એપ્રિલના રોજ સાંજે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોનાવાયરસથી પોઝિટિવ આવ્યા હતા. તેઓ સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય લોકોને મળ્યા હતા.૧૭ એપ્રિલના રોજ ગુજરાતમાં દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ હતી....!દિવસેને દિવસે કેસ ખૂબ જ વધતા ગયા અને ડર પણ માણસના મનમાં બેસતો ગયો. સ્મશાનમાં અગ્નિદાહ દેવાની જગ્યા પણ નહોતી મળતી , માણસ - માણસથી ડરવા લાગ્યો..!
(lockdown નો સમયગાળો)
આ રોગચાળાના કારણે 22 માર્ચ 2020 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા એક દિવસનો જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ 25 માર્ચ 2020 થી લઈને 14 એપ્રિલ 2020 સુંધી 21- દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.
પરિસ્થિતિ જોતાં 15 એપ્રિલ 2020 થી 3 મે 2020 સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું..ત્યારબાદ સમયાંતરે 4 મે 2020 થી 17 મે 2020 સુંધી 14 દિવસ 18 મે 2020 થી ૩૧ મે 2020 સુંધી બીજા 14 દિવસ, 1 જુન 2020 થી 30 જુન 2020 સુંધી ત્રીસ દિવસનું એમ 4 વાર લોકડાઉન લંબાયું.
"માનસિક તણાવ.."
ગામડાના લોકો કોઈ દિવસ ઘરે ના બેઠા હોય,નવરા ના બેઠા હોય - તો તેવા લોકો માટે આ lockdown ખૂબ અઘરું બની ગયું..વૃદ્ધ ઘરે બેસે તેવું પહેલી વાર જોવા મળ્યું તેને સતત અંદર ગુંગળામણ થતી હતી..આ ઘરે બેઠા નવરા- નવરા બેસવું - તેથી ઝગડા પણ ઘણા અંશે વધી ગયા.આપણા ભારતમાં અને મારા વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનામાં માનસિક રોગથી પીડાતા નવા કેસો નોંધાયા.. ભૂતકાળની કોઈ વાતો યાદ કરવી વિચારવાયુ જેને આપણે કહી શકીએ તે રોગનું પ્રમાણ વધ્યું.સ્વજનો માટે અને પરિવારના બીજા લોકો માટે એ પણ એક વિષય ચિંતાજનક હતો.
ત્યારબાદ ભારત સરકારે ખૂબ સારો નિર્ણય લીધો કે ઘરે બેઠા દીવા કરો અથવા મીણબત્તી લઈને બહાર ગેલેરીમાં ઉભા રહો આપણા ભગવાનને પ્રાર્થના કરી કે આ કોરોના મહામારી જલ્દી- દુનિયાથી વિદાય લે..!ત્યારબાદ તળિયો ,થાળિયો , ઘંટ, મંદિરની ઝાલર વગેરે ધ્વનિ ઉત્પન્ન કરીએ અને ભારત એક - નું પ્રતિક સામે આવ્યું..!
"શિક્ષણ કાર્યમાં થયા ફેરફાર"
ઓનલાઇન એટલે શું એ તો ખબર જ નહોતી ગામડાના માણસ ને, ઘરે બેસીને અભ્યાસ પણ થાય તેવી પહેલી વાર ખબર પડી,ઓફલાઈન ની કદર થઇ જે ઓફલાઈન માં સમજાય છે તે ઓનલાઈન માં ઘણા અંશે છૂટી જાય છે. પણ ગામડાનું શિક્ષણ ઓફલાઈન હતુંં ત્યારે ઓછુંં હતુ. ઓનલાઇન ના લીધે ઘણા પ્રમાણમાં અભ્યાસ વધ્યો. કારણ કે બાળકો મોબાઈલ, ટીવી ,ટેબ્લેટ ,લેપટોપ, કોમ્પ્યુટર જેવા સાધનોનો ઉપયોગ કરતા થયા છે જે અત્યાર સુધી ગામડામાં ઘણાા અંશે જોવા નહોતું મળતું.
" માસ પ્રમોશન "
શાળા - કોલેજ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો પણ સમય જતાં ઓનલાઇન એક્ઝામ નો નિર્ણય પણ આવ્યો અને માસ પ્રમોશન મોકૂફ રાખવામાં આવ્યું તે ખૂબ સારું કર્યું. કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માં ખલેલ પોંહચત જો માસ પ્રમોશન આપ્યું હોત તો..!
-વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ કોલેજ , હોસ્ટેલજ માંં રહી ગયા તે પાછા મેળવવા માટે ની માથાકૂટ. કારણ કે આ lockdown ખૂબ જ લાંબું ચાલ્યું એના કારણે વિદ્યાર્થી ને આગળ અભ્યાસ કરવો હોય તો ઓરીજનલ ડોક્યુમેન્ટ ની-જરૂર પડે પણ તે લેવા જવા માટે જે તે કોલેજ અથવા હોસ્ટેલ તરફ જવું પડે.. ત્યારે કોરોના પેશન્ટ દર્દીઓ એટલા વધી ગયા હતા કે ન પૂછો વાત કોલેજ , હોસ્ટેલ ને હોસ્પિટલ માં પરિવર્તન કરવામાં આવી હતી. covid-સેન્ટરમાંં વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા તે પાછા મેળવવા એ ખૂબ અઘરી વસ્તુ હતી.
યુ.જી.સી -
ગાઈડ લાઈન પ્રમાણેે ગામડાના માણસો ચાલવા લાગ્યા. ગામડાના માણસો અભણ હોવાના કારણેે કોઈનું લગભગ ક્યારેય માને નહીં પણ પહેલીવાર આ સમજણ આવી તેનો આનંદ... ગામડાના લોકોમાં દાતારી પહેલેથી હોય જ છે પણ lockdown દરમિયાનમાં ખૂબ મોટા પ્રમાણમાં દાતાઓ બહાર આવ્યા. ઘરે પાાછા ફરતાવ્યક્તિઓને જમાડવા, ખવડાવવું - પિવડાવવું વગેરે વસ્તુઓ પૂરી પાડી.. કોઈ માણસો રસ્તામાં ફસાયા હોય તો તેમને મદદ કરવી અને ઘરે પહોંચાડવા તે તેમની ફરજ નિભાવી.. "ભગવાન બનીને સામે આવ્યા..!"
વ્યસનો-
કરનારા લોકોને પાન મસાલા lockdown દરમિયાન નહોતા મળતા પાન મસાલા ખરીદવા માટે ત્રણથી ચાર ઘણી કિંમત પણ આપવા થયા તૈયાર..!
કહેવાય છે કે પાંચ - રૂપિયા નો માવો એ સમયમાં સો- રૂપિયામાં વેચાયો હતો..! તો પણ માણસો ખરીદીને તે ખાતા હતા.દુકાનદાર પાસે માલ નહીં , તમાકુ નહીં , સોપારી નહીં તો આ બધાની મારામારી નો માહોલ જોવા લાયક હતો. વ્યસની માણસો વ્યસન વગર તડપી રહ્યા હતા..! આલ્કોહોલની વ્યસનીઓ કરનાર એ સમયમાં દારૂ નહોતો મળતો તો સેનેટાઈઝર પણ પી ગયા હતા.પોતાની માત્ર એક તલપ ઓલવવા માટે..!
મજૂર વર્ગના પ્રશ્નો-
lockdown દરમિયાન મજૂર વર્ગ પોતાના ઘર તરફ ચાલ્યા ગયા કોઈ રસ્તામાં અટકી પડ્યું, કોઈ ટ્રેન બંધ થઈ ગઈ, બસ બંધ થઈ ગઈ - રોજેરોજનું કરીને ખાવાવાળા અટકી પડ્યા. પૈસા ન હોવાના કારણે આત્મહત્યા પણ કરી. એ સમયે વેદના નાયક હતો એ સમયમાં મજુર વર્ગ પગપાળા ચાલીને ઘરે પહોંચ્યા..
-ગરીબ ખૂબ ગરીબ થયો અમીર ખૂબ અમીર થયો વચ્ચેનો માણસ તકલીફ માં પડી ગયો..!
ગામડાઓમાં lockdown ની ખૂબ ખરાબ અસર જોવા મળી ગામડા વાળા માણસનો શૈક્ષણિક અભ્યાસ ની ખોટ- સમજણ ખૂબ ઓછી હોવાના કારણે તેમને સમજાવવા ખૂબ અઘરા પડે covid-19 કોરોનાવાયરસ થી કેટલા ડરતા કે ન પૂછો વાત..! સમય જતા વિદેશમાંથી ભારતમાં- ભારતમાંથી ગુજરાતમાં - ગુજરાતમાંથી શહેરોમાં અને શહેરોમાંથી ગામડામાં પણ આ રૂપ જોવા લાગ્યુ. અને ગામડાના માણસો ખૂબ ડરવા લાગ્યા સમજણ ઓછી હોવાના કારણે બેદરકારી વધી... બાર જવું નહિ, ખેતરે જવું નહીં,પોતાનું કામ કરવું નહીં, સતત હાથ ધોવા, બહાર રોડ પર જવું નહીં , એકબીજાને મળવું નહીં, આ બધું જ ગામડાના લોકો સમજ્યા-વિચાર્યા વગર કરવા લાગ્યા..! સમય જતાં પરિણામ શું આવ્યું..? ડર માત્રને માત્ર - ડર..!!
અમારા વિસ્તારમાં કોરોના નો એક કેસ આવે તો ઘરની ફરતે પતરા બાંધી દેવામાં આવતા.. આખો વિસ્તાર પેક કરી દેવામાં આવતો હતો.. તેમાંથી કોઈને પણ બહાર જવાનું નહીં - ભૂખ્યા-તરસ્યા , ખાધું -પીધું કશી સમજણ નહોતી બસ માત્ર અને માત્ર એક ડર અને જેના ઘરે કોરોના આવે એનો તો મરો..!!
તે માણસ કોઈને કહી પણ ના શકે કોઈની મદદ પણ ના લઇ શકે્..! અને-કોઈ મદદ કરે પણ નહીં..!
" કોરોનાવાયરસે ગામડાના માણસો ને બહુ બધું શીખવાડ્યું..! "
શહેરોની તુલનામાં ગામડાં ઓ આવવા લાગ્યા. ગામડાના માણસો ને સોશિયલ મીડિયા એટલે શું ખબર નહોતી ઓનલાઇન અભ્યાસ એટલે શું ખબર નહોતી મોબાઈલ માં નવી નવી એપ્લિકેશનો આવે અને એનાથી પણ આપણે (શૈક્ષણિક કાર્ય અભ્યાસ) ભણી શકીએ , બીજાને પણ ભણાવી શકીએ. આપણું નોલેજ આપણું જ્ઞાન આદાન-પ્રદાન કરી શકીએ ઘરે બેઠા તો આ બાબતની સમજણ ગામડાના માણસો ને નહોતી..!પોતાનું બાળક આંખ સામે ભણી શકે, એક વ્યક્તિ દૂરથી બીજી વ્યક્તિ ને સમજાવી શકે એ શક્ય બન્યું. હાથ વગુ રમકડું એટલે કે મોબાઈલ, મોબાઈલનો સદુપયોગ કરતાં શીખ્યા. નાના બાળકને મોબાઇલ શું ખબર પડવા લાગી કારણ કે બાળક નો અભ્યાસ પણ મોબાઈલ ના સહારે જ ચાલતો..!
ગામડાના લોકોમાં એક વસ્તુ ખૂબ જ ખરાબ હોય છે તો કે એ શું નોર્મલ તાવ ,શરદી કે ઉધરસ કે માથું દુખવું આ બધા રોગો ગામડાના લોકો માટે ખૂબ નોર્મલ - ખૂબ સામાન્ય છે. કારણ કે તેઓ મગજ પર લેતાં જ નથી તે નજીકના કોઈ દુકાનદાર અથવા ગલ્લાવાળો , મેડિકલ વાળા પાસેથી આવી દવાઓ ખરીદે અને આવું કશું એમને લાગે તાવ , શરદી , ખાંસી (ઉધરસ) કે માથું દુખવું તો તેમાંથી દવા ખાઈ લેવાની પણ આ બધાં લક્ષણો કોરોનાવાયરસ ના છે તેવી ખબર પડી તો જરાક તાવ આવે તો દવાખાને તો જવું જ તે ગામડાના લોકો સમજવા લાગ્યા જ્યાં-ત્યાંથી દવા લેવાનું બંધ કરી દીધું તે ખૂબ મોટી વાત છે..!
બીજી વાત કે ગામડાના લોકો પોતાના શરીરને ખૂબ ઓછું સ્વચ્છ રાખે છે જેમ કે બે દિવસે નાહવું - કપડાં પણ બે-ત્રણ દિવસે ધોવા કે સાફ કરવા નાખવા તો હવે દિવસમાં બે વખત નાય છે બહાર જઈને ફરી પાછા ઘરે આવે તો હાથ-પગ ધોવા - મોઢા આગળ માસ્ક રાખવું...જ્યાં-ત્યાં કચરો ફેંકવો નહીં જ્યાં ત્યાં જમવું નહિં જે તે ખાવું નહીં - પાણી પણ નહીં તો આવી સમજણ કોણે આપી.? તો કે કોરોનાવાયરસે...! જે માણસ પોતાનું વતન ગામડું છોડીને શહેરમાં ગયો હોય તો તેને પાછુ ગામડે આવવું પડ્યું આ સમય દરમિયાન જે લોકોએ ગામડામાં બધું જ વેચી માર્યું હતું તેવા લોકો ખુબ પસ્તાયા જે લોકોના વૃદ્ધ માતા-પિતા અહીં હતા તે લોકો માતા-પિતાના આશરે ફરી પાછા આવ્યા - સુરત , અમદાવાદ ,વડોદરા, રાજકોટ જેવા મોટા - મોટા શહેરો છોડીને નાના ગામડાઓમાં ચાલ્યા આવ્યા...!
કહેવાય છે કે મા તે મા બીજા વગડાના વા…! તેવી જ રીતે કુદરતે પણ સાબિત કરી બતાવ્યું..! કે ગામ- તે -ગામ બીજા વગડાના વા..!
ગામડાના લોકોને મોબાઇલનો ઉપયોગ કેટલો .?અને કઈ રીતે કરાય તે આ કોરોના એ શીખવાડ્યું..!
ઓનલાઇન ની દુનિયામાં ઓફલાઈન નું મહત્વ પણ આપણને જાણવા મળ્યું..!
lockdown હોવા છતાં તે શહેરો ના માણસો ગરબા - ભીડ એકઠી કરવી વગેરે આવી હરકતો કરતા હતા. તો તેમાંનું એક અમદાવાદ સહિતના તમામ મોટા શહેરો અને ગામોએ જનતા કર્ફ્યુ પાળ્યો હતો. અમદાવાદમાં કોરોના માટે લડતાં કર્મીઓને વધાવવા કેટલાક લોકોએ જાહેરમાં ગરબા કર્યા હતા; તેમની પર એફ.આઈ.આર. નોંધાઈ હતી. ૯૩ જેટલા લોકોએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હતું તેમાંથી ૧૦ લોકો પર એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી... લોકડાઉનનું પાલન ના કરતા હોવાથી ૪થી એપ્રિલથી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ જ ફેંસલો સુરતમાં પાછળથી લેવામાં આવ્યો..૬ઠ્ઠી એપ્રિલ સુધી ગુજરાતમાં જાહેરનામા ભંગની કુલ ૧૫૪૧ ફરિયાદો નોંધાઈ હતી, ૮૭૧૭ વાહનોને જપ્ત કરવામાં આવ્યાં હતાં, ૩૪૬ ગુનાઓ ડ્રોનથી નોંધાયા હતા અને કુલ ૩૯૫૬ જણાંની ધરપકડ કરવામાં આવી હતી..આ બધાની તુલનામાં ગામડાના લોકો ખૂબ સારું કહેવાય તે બહાર પણ નહોતા નીકળતા અને ઘરમાં રહેતા હતા અને આ કોઈ કાયદાનું ઉલ્લંઘન પણ નહોતા કરતા...!
ગામડાઓમાં ખૂબ નહિવત આવા કેસો સામે આવ્યા.ગામડાઓમાં પહેલાં કશું જ નહોતું અને એટલી બધી પરિસ્થિતિ બગડી પણ નહોતી તો પણ માણસો ડરીને રહેતા હતા. સમય જતાં સમજણ આવી બહાર નીકળવાનું ચાલુ કર્યું કોરોનાવાયરસ કોઈ વ્યક્તિને થાય તો તેનાથી ભાગવાની જરૂર નથી પણ સમજવાની જરૂર છે સલામતી ની જરૂર છે તે સમજણ ગામડાના લોકોમાં કોઈ બીમારી થાય તો ટૂંક સમયમાં 108 અથવા ઇમર્જન્સી હોસ્પિટલમાં ફોન અથવા ત્યાં પહોંચવું આવશ્યક છે ડરવાથી ઘરે બેસવા થી કશું જ થશે નહીં તે સમજણ ગામડાના લોકોમાં આવી..!
રાહતો: / જાહેર સૂચના ,ઢંઢેરો પીટવો
ખેડૂતોને સહાય કરવામાં આવી અમુક નાણાં લઇને , સરકાર તરફથી. રાશન કાર્ડ થી અનાજ સરકાર વડે પ્રાપ્ત થયું વિનામૂલ્ય..!ગુજરાતમાં રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારીને ફરજ નિભાવતાં કોરોના સંક્રમણ થાય તો ૨૫ લાખનું વળતર આપવાની મુખ્યમંત્રીના મુખ્ય સચિવે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પરપ્રાંતિય મજૂરો અથવા નિરાધારો કે જેમની પાસે રેશન કાર્ડ ન હોય તેમને અન્ન પહોંચાડવા માટે 'અન્નબ્રહ્મ યોજના' શરુ કરી હતી. તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓનાં જન-ધન ખાતામાં ૫૦૦ રુપિયા આપવાની તથા રાજ્ય સરકાર વડે ગુજરાતની સાડા ત્રણ કરોડ પ્રજાને અનાજ અને જીવન જરુરિયાતની વસ્તુઓ મફત પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો...!
ગામડાઓમાં કોરોના ન આવે એટલા માટે સેનેટાઈઝર કરવામાં આવ્યું શહેરોમાંથી ગામડાં તરફ ફરતા લોકો ના ચેકઅપ થવા લાગ્યા અમદાવાદ , રાજકોટ , વડોદરા સુરત, ભાવનગર જેવા મોટા શહેરોમાંથી ગામડાં તરફ આવતા માણસોની સંખ્યા ખૂબ વધી દિવસેને દિવસે બધા પોતાના વતનમાં, પોતાના ઘરે પાછા ફર્યા બધાના કામ-ધંધા બધું જ ઠબ (બધું જ ભાંગી પડ્યું) થઈ ગયું.. શહેરના માણસો ગામમાં આવવા લાગ્યા. ગામડાઓના માણસોમાં ચિંતા જોવા મળી હતી તેથી ગામના પ્રમુખ,સરપંચ,મુખીયાઓ એ-પંચાયત બેસાડી અને ગામ આખાને સેનેટાઈઝ અને સ્વચ્છ કરવાનો નિર્ણય લીધો ખુબ સરસ કામ કર્યું અને બધું જ પરિપૂર્ણ કર્યું.. થોડા - થોડા દિવસોના અંતરમાં ગામ આખું સેનેટાઈઝ કરવામાં આવતું હતું..!ગામડામાં ખૂબ મર્યાદિત સમયમાં દુકાનો અને બજાર ખુલ્લી રહેતી તેથી માણસો એકઠા (ભીડ) થતી નહીં..
ગામડામાં માસ્ક એટલે શું કોઈને ખબર નહોતી પંચાયત વડે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા..!
ગામના લોકોએ આ નિર્ણય સર - આંખો પર રાખીને માસ્ક પહેરવા નું ચાલુ કર્યું ખેતરે જતા, કોઈક વસ્તુ લેતા બજારમાં હરતાં-ફરતાં તો માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવા લાગ્યા હતા..!સેનેટાઈઝર શબ્દ સાંભળ્યો નહતો અને સેનેટાઈઝર નો ઉપયોગ માત્ર 10 દિવસમાં થવા લાગ્યો..! શરૂઆતના દિવસોમાં એવું પણ થયું કે મંદિરે જતા હોય તો મંદિરની બહાર એક માણસ સેનેટાઈઝર ની બોટલ લઈને ઊભો હોય ને બધા અંદર પ્રવેશતા માણસોને એ સેનેટાઈઝર હાથમાં આપતો હોય તો ગામડાના માણસો પ્રસાદ માની લઈ લેતા..!(માથે પણ ચડાવતા સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ પણ થયા હતા)
અલગ અલગ શહેર માંથી અલગ અલગ એક્સપર્ટ ડૉક્ટરો ગામડાના લોકોને સમજાવવા આવતા ત્યાર પછી ગામડાના લોકોમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો..!
કોઈ આપનું સ્વજન, કે પરિવારનું સભ્ય, એ ગામમાં કોઈ વ્યક્તિ મરણ થયું હોય તો કોઈ એ દુઃખ મા તે પરિવારનો સાથ પણ નહોતા આપી શકતા કારણ કે કોરોનાની મહામારી ના કારણે એક બીજાના સંપર્કમાં આવવાની મનાઈ હતી..! ગામડાના લોકો સમજી ને જતા પણ નહોતા. મોટા મોટા શહેરોમાંથી પાછા ફરેલા માણસો ના ઘરે લાલ કલર નું બોર્ડ પણ મારવામાં આવતા પંદર દિવસ સુધી corentin કરવામા આવતા હતા.
પરિવારની સાથે સમય પસાર કરીને ઘણું બધું શીખવા મળ્યું.. ઓનલાઈની આ દુનિયામાં કોણ કોને ક્યારે મળે કશું જ નક્કી નથી હોતું ત્યારે કુદરત ના માર ના લીધે આજે બધા જ ભેગા મળીને રહેવાનું નક્કી કર્યું એકબીજાની વાતો અલગ-અલગ રમતો...! ઘરે રહીને ઘણું બધું શીખ્યું..! માણસ માણસને ઓળખતા શીખ્યા , માણસને એક માણસની જરૂર પડે જ છે..!
ગામડાઓમાં ડોક્ટરો તો સમજ પૂરી પાડે જ છે પણ સ્વયંસેવકો પણ ગામડાઓમાં ઊભા થયા અને સતત ૨૪ કલાક અલગ-અલગ સ્વયંસેવકોએ ફરજ બજાવી ત્યાર-પછી ગામડાઓમાં જાહેર સૂચનાઓ , જાહેર સમજણ અલગ-અલગ માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવી અલગ અલગ બોડ ,પોસ્ટરો દ્વારા, ચિત્રો દ્વારા- અભણ માણસને સમજાવવામાં આવ્યા.ગામડાઓમાં એક સાથે સંદેશો મોકલવો અશક્ય છે. તેથી ઢંઢેરો પીટીને કહેવામાં આવ્યું. ઢંઢેરો પીટીને અલગ - અલગ જગ્યા પર જઈને બૂમો પાડીને કહેવા લાગે.. ! કહેવાય છે કે વર્ષો બાદ ઢંઢેરો પીટવો પડ્યો રાજા-મહારાજાઓ વખતે ગામના લોકોને-કંઈક સૂચના આપવાની હોય તો દરબાર માંથી એક માણસ આવે અને તે ઢંઢેરો પીટતો ને ગામના લોકોને કોઈ સૂચના પૂરી પાડવામાં આવતી..!
કોરોના આવ્યો તો ખરી પણ ગામડાના માણસો ને શિક્ષિત કરીને જતો રહ્યો..! ઓનલાઈન ની દુનિયામાં જીવતા શીખવાડી ને જતો રહ્યો..!જ્યારે કોઈ વિચાર્યું પણ નહોતું કે ઘરે બેઠા આવું પણ થઈ શકે..! ઘરે બેઠા શું ન થઈ શકે? એ પ્રશ્ન બની ગયો..!