Tuesday, December 22, 2020

ઝાકળ ભરી સવાર....

આ ૨૦૨૦ ના વર્ષે આપણને જીવન ની ઘણી માઠી યાદો આપી છે પરંતુ આ મહામારી દરમિયાન મને ઘણી મીઠી યાદો પણ મળી છે.
મારું રહેઠાણ અમદાવાદ શહેર અને મોસાળ એક નાનકડું ગામડું. એટલે દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન કે બીજાં કોઈ દિવસો દરમિયાન પણ જો 3 કે 4 થી વધુ રજાઓ મળે કે તરત ગામડે જવાનું નકકી, પણ આ વખતે કોરોના મહામારી નાં કારણએ ઉનાળું વેકેશન આખું ઘરની ચાર દીવાલોજ માં વિત્યું. ને લાગ્યું કે
आज परिंदे भी इन्सान को देख मुस्कराए है
जो उन्हें केद करते थे आज खुद पिंजरे में आए है।

પણ જેવું અનલોક થયું ને મોસાળમાં જવાની તાલાવેલી જાગી, ને નકકી થયું કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ગામડે જ ઉજવવી. નકકી કર્યા મુજબ જન્માષ્ટમીનાં 4 દિવસ પહેલાં જ ગામડે પહોંચી ગયાં. પણ જેનો આનંદ માણવા અમે ગયાં હતાં તે શક્ય જ ન બન્યું કારણ કે પહોંચી તો ગયાં પણ ત્યાં વર્ષા રાણીનું આગમન થયું. એક દિવસ વિત્યો, 2 દિવસ વિત્યા ને ત્રીજાં દિવસે પણ એવો જ ધોધમાર વરસાદ ચાલું રહ્યો. 3 દિવસથી વરસાદ ચાલું હતો સૂરજદાદા દર્શન આપે એવો કોઈ અણસાર જણાતો નહોતો ને વીજળી પણ ગુલ. સાંજનાં સમયે અંધારુ થાય એ પહેલાં જમી લેવાની ઉતાવળે હજી તો સૌની થાળી જ પિરસાઈ છે ને તરત જ થયેલ એ વીજળીનો કડાકો, થોડાં સમય પૂરતું તો એવું લાગ્યું જાણે કે બારે મેઘ ખાંગા થયા જ સમજો, એક તરફ કોરોના મહામારી ને બીજી તરફ ધોધમાર વરસતો વરસાદ આવી પરિસ્થિતિ ને એની ચિંતામાં સૌ સુઈ ગયાં. આ દિવસો એમ પણ યાદગાર તો બની જ ગયાં હતાં પણ કોને ખબર હતી કે બીજાં દિવસની સવાર તો જીવનનું સૌથી યાદગાર અને રમણીય દ્રશ્ય લઈને આવવાની છે. 

બીજે દિવસે વહેલાં પરોઢિયે સૂરજદાદાનું એ પહેલું કિરણ સૌના માટે આશાનું કિરણ હોય એ રીતે બહાર આવ્યું, ને સૂર્યનાં એ પહેલાં કિરણ સાથે કેસરી ચાદર ઓઢી હોય એવું આકાશ ને જાણે ચોમાસામાં વાદળોની પાછળ સંતાયા પછી ઘણા દિવસથી ન જોએલા સૂરજ દાદાને આવકારતા હોય એમ મોર અને કોયલ નો મધુર ટહુકો, સવાર સવારમાં ચરવા નીકળેલી ગાયોનું ધણ પણ દિવસો પછી બહાર નીકળવાની ખુશી જાહેર કરીને ભાંભરી રહ્યું હતું. પોતાનો આનંદ જાહેર કરવામાં બાકાત ન રહેવા માંગતા હજારોની સંખ્યામાં નિકળેલાં પંખીઓના ઝુંડનો મીઠો કલરવ, દરેક ઝાડ, છોડ, ક્ષુપ, અને વેલાઓ પર બાઝેલા એ ઝાકળ બિંદુ જાણે કે કુદરતનાં અમૂલ્ય મોતી. હજી તો આ દ્રશ્ય પુરું નિહાળવાનું પણ બાકી હતું ને આવેલા હવા ઝોકાંએ એ મોતીઓને ખેરવી દીધાં ને એ સાથે જ એક મોતી આંગળી પર આવી પડ્યું ને મને એ મોતીને હંમેશાં માટે કેદ કરવાનો લ્હાવો મળી ગયો.

હાઈકુ

આજે છે તારો,
ક્યારેક આવશે
સમય મારો.

Saturday, December 19, 2020

મારી નજરે ગામડું....



કાળા માથાના માનવી તો બધે સરખા જ હોય,
પણ જ્યાં હજીય માણસાઈ બચી છે ને એ ગામડું.
ઍ.સી ની હવા કરતાં પેલા લીમડા ની ઓઠે, 
જે સંતોષ મળે ને એ ગામડું.
જાત જાત ના સ્પ્રે કરતાં જ્યાં,
ભીની માટીની ફોરમ હોય ને એ ગામડું.
5 5 કિમી દૂર થી ભરી લાવેલા પાણી પણ,
એક મીઠાશ થી કોઈ પાવે એ  ગામડું.
પિત્ઝા બર્ગર મા અટવાઈ છે જિંદગી,
જ્યાં પંખી ના ઍઁઠા ફળ ની મીઠાશ હોય એ ગામડું.
લાખો કમાયા છતાં સંતોષ નથી માનવી ને પણ,
બે ડુંગળી ને રોટલા માંય પાડ માને એ ગામડું.
સ્વિમિંગપુલ ને વોટરપાર્ક કરતાંય, 
નદી ને  તળાવ ના કાંઠે જે શીતળતા મળે એ ગામડું.
તું ને તારાં કરતાં જ્યાં, 
આપણાં પણાં નો ભાવ હોય એ ગામડું.
જ્યાં કોઇને મળવા  પરમિશન ની નઈ, 
પણ ભાવ ની જરૂર હોય એ ગામડું.
જ્યાં અમીર તવંગર નાં ભેદ વિના, 
સૌને ઉષ્માભર્યો આવકાર મળતો હોય એ ગામડું.
જયાં વિના આપે કે શીખવાડે, 
સંસ્કારોનું સિંચન થતૂ હોય ને એ ગામડું.

3 વર્ષનો પ્રવાસ....

કોલેજ ની આ રંગબેરંગી દુનિયાથી અજાણ
છતાય માથે કોલેજનું હતું ભૂત સવાર
અને પહોંચ્યા એલ.ડી.આર્ટસ. ના દ્વાર
રહ્યો ના આનંદનો કોઈ પાર
મળયા રૂમ no.19 મા પ્રથમ વાર 
સાંભળયુ ચાવડા સાહેબ નું ભાષણ બેશુમાર
પ્રથમ લેક્ચર એ હતો શનિવાર
બન્યાં અવનવા મિત્રો અપાર
જાણે કુદરતનો હતો એ ઉપકાર
પછી ચાલુ થઈ રોજ ની મસ્તી ને ધમાલ
ને બનવા લાગ્યા પાક્કા દોસ્તાર
પછી માર્યો બંક પ્રથમવાર
ને ચાલુ થઈ રખડપટ્ટી ભરમાર
બંધાણો અતુટ વિશ્વાસ
અને બન્યા એ દિવસો યાદગાર
3 વર્ષ ની કેટકેટલીય મસ્તી ને ધમાલ 
ક્યારેક કેન્ટીનમાં ક્યારેક ગાર્ડનમાં 
ક્યારેક લાયબ્રેરીમાં ને ક્યારેક ચાલુ લેક્ચરમાં 
થતી વાતો ને મસ્તી બેહિસાબ
કોલેજ ના ડેયઝ ને એનુઅલ ફંક્શન
ક્યારેક ગોઠવતા ગેસ્ટ લેક્ચર
ને એમાંય જતા એટલે કારણ
હતી 3 attendantsની લાલચ
જ્યારે ચાલુ થાય એક્ઝામ
ત્યારે યાદ આવે મેડમ ને સર ના પેપર
પછી ચાલુ થાય IMP ની માંગ 
થતી  એક્ઝામ પુરી ને મનને થતી હાશ
ત્યાં તો ઘણાંય નું આવતુ રિઝલ્ટ બકવાસ
પણ છતાંય રહતી મનમાં આશ
જોત જોતામાં પુરાં થઈ ગ્યા 3 વર્ષ
બંધાણો એવો તો આપણો સાથ
કે ક્યારેય ના વિચારી જુદાઈ ની વાત 
પુરી થઈ ગઈ કોલેજ
ને થયાં સૌ અલગ
પરંતુ બની મેમરીઝ અઢળક
ને ફરી મળીશું એમ કહી થયા સૌ અલગ
વિચાર્યુ છે કરીશું ગેટ ટૂ ગેધર 
ને ફરી બનશે મળવાનાં પ્લાન
દોસ્તો જોશે આપણી રાહ 
જવાની હશે ત્યાં ચાહ
એ સોનેરી પળોને કરીને યાદ
શું મળી શકીશું ફરી એકવાર??







મનને ભાવે છે

અનેક રંગોથી રંગાયેલી હું છતાંય, પ્રકૃતિનો રંગ મનને ભાવે છે. પ્રતિબિંબ છલકાવતી ટાઇલ્સ કરતાં શિલાની સુંદરતા મને ફાવે છે. સુંવાળા મલમલના સોફા, ...