કાળા માથાના માનવી તો બધે સરખા જ હોય,
પણ જ્યાં હજીય માણસાઈ બચી છે ને એ ગામડું.
ઍ.સી ની હવા કરતાં પેલા લીમડા ની ઓઠે,
જે સંતોષ મળે ને એ ગામડું.
જાત જાત ના સ્પ્રે કરતાં જ્યાં,
ભીની માટીની ફોરમ હોય ને એ ગામડું.
5 5 કિમી દૂર થી ભરી લાવેલા પાણી પણ,
એક મીઠાશ થી કોઈ પાવે એ ગામડું.
પિત્ઝા બર્ગર મા અટવાઈ છે જિંદગી,
જ્યાં પંખી ના ઍઁઠા ફળ ની મીઠાશ હોય એ ગામડું.
લાખો કમાયા છતાં સંતોષ નથી માનવી ને પણ,
બે ડુંગળી ને રોટલા માંય પાડ માને એ ગામડું.
સ્વિમિંગપુલ ને વોટરપાર્ક કરતાંય,
નદી ને તળાવ ના કાંઠે જે શીતળતા મળે એ ગામડું.
તું ને તારાં કરતાં જ્યાં,
આપણાં પણાં નો ભાવ હોય એ ગામડું.
જ્યાં કોઇને મળવા પરમિશન ની નઈ,
પણ ભાવ ની જરૂર હોય એ ગામડું.
જ્યાં અમીર તવંગર નાં ભેદ વિના,
સૌને ઉષ્માભર્યો આવકાર મળતો હોય એ ગામડું.
જયાં વિના આપે કે શીખવાડે,
સંસ્કારોનું સિંચન થતૂ હોય ને એ ગામડું.
No comments:
Post a Comment