ન્યુકોમ્બનું પ્રત્યાયન મોડેલ
ન્યુ કોમ્બનું પ્રત્યાયન મોડેલ અન્ય મોડેલ કરતાં અલગ ત્રિકોણ રૂપમાં જોવા મળે છે. આ મોડેલ નો મુખ્ય ઉદેશ્ય એક સામાજિક સંબંધમાં સંચારની ભૂમિકનો પરિચય આપવાનો અને સામાજિક વયસ્થામાં સંતુલન બનાવી રાખવાનો છે. તે તેના આલેખમાં સંદેશને કોઈ અલગ એકમના રૂપમાં પ્રસ્થાપિત નથી કરતાં તે માત્ર દિશાત્મક તીરના ઉપયોગ દ્વારા પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે. તે સંદેશવ્યવહારના સામાજિક ઉદેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છ અને સંદેશાવ્યવહાર સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે સંબધો બનાવી રાખવાના એક સાધન તરીકે પ્રક્ષેપિત કરે છે.
તેને સંચાર માધ્યમનું “એબીએક્સ (ABX)” મોડેલ પણ કહેવાય છે.
આ મોડેલ દ્વારા દર્શાવાનો પ્રયાસ કર્યો છે કે, જો બે વ્યક્તિ એકબીજાને વાત કરે છે તો બંને વચ્ચેનો સબંધ કાયમ માટે ટકી રહે છે. થિયોડોર ન્યુકોમ્બના અનુસાર માનવ પરસ્પર દ્રષ્ટિકોણ, વિશ્વાસ, અને વ્યવહારમાં સદભાવ દાખવતા થાય છે અને એકબીજા સાથે કામ કરવા માટે સારા સંબંધો બનાવે છે જેથી બંને વચ્ચે પ્રત્યાયન સારી રીતે થાય છે.
ન્યુકોમ્બના મોડેલ અનુસાર વ્યક્તિ A અને વ્યક્તિ B બંનેને સમાન રાખવામાં આવે છે. તે ઈચ્છે કે સંદેશો કે કોઈપણ બાબતમાં વ્યક્તિ A અને B બંને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે. વ્યક્તિ A અને B કોઈ સંદેશ અંગે વાત કરે અને જો બંનેના વિચારો મળતાં ન હોય તો બંને વચ્ચે અસંતુલન પેદા થાય છે. આ પરિસ્થિતિમાં સદભાવના માટે થોડા પરિવર્તનની જરૂરિયાત ઊભી થાય છે.
1. X માં A ના દ્રષ્ટિકોણમાં પરિવર્તન
2. B ના દ્રષ્ટિકોણમાં પરિવર્તન
3. A ના દ્રષ્ટિકોણમાં X ના મહત્વમાં કમી
4. A અને B બંનેમાં સકારાત્મક રૂપમાં કમી
5. X ના મહત્વના સબંધમાં A અને B બંનેના વચ્ચે સામંજસ્ય થાય છે.
ન્યુકોમ્બમાં અન્ય સંચાર વિશેષજ્ઞોના તરાહમાં લોકો અને સંદેશો, સ્ત્રોત તથા ગ્રહણકર્તાને અલગ કરવામાં આવતો નથી. આ સંચાર પ્રક્રિયાનું વ્યાખ્યાત્મક પ્રક્રિયાના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ દ્વારા સમાજમાં સામંજસ્ય સ્થાપિત કરવાની મદદ મળી શકે છે.
ન્યુકોમ્બના પ્રત્યાયન મોડેલમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના વલણો જોવા મળે છે.
ન્યુકોમ્બનું મોડેલ ત્રિકોણીય પ્રારૂપ કે ABX સિસ્ટમમાં કામ કરે છે.
A – પ્રેક્ષક
B – રિસીવર
X – ચિંતાનો વિષય
A અને B નો સબંધ વિદ્યાર્થી અને શિક્ષક, સરકાર અને જનતા, કે સમાચાર પત્ર અને વાચક જેવો છે. પ્રેક્ષક અને રિસીવર એક જ પ્રવાહમાં કરી કરી શકે છે પણ તે જ સમયે અમુક ક્ષેત્ર જેમ કે X તેમના પ્રવાહના સબંધને પ્રભાવિત કરી શકે છે. જેમાં X ત્રીજો વ્યક્તિ, મુદ્દો, વિષય કે નીતિ હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે
કોલેજના સમયને 6 કલાક થી વધારીને 8 કલાક કરવા માટે શિક્ષક નવો નિયમ મૂકે છે.
જેમાં,
A - શિક્ષક
B – વિદ્યાર્થી
X – નીતિ કે મુદ્દો
જો વિદ્યાર્થી અને શિક્ષક બંને આ નીતિથી સંતુષ્ટ હોય તો સંચાર તેમની વચ્ચે સંતુલનની સ્થિતિ બનાવી રાખે છે. નહીં તો A અને B ની વચ્ચે સંચાર નો પ્રવાહ સામાજિક પ્રણાલીમાં મુશ્કેલી બને છે. જો A કે B આ નિયમને સ્વીકારવા તૈયાર ના હોય તો તે સીધું સામાજિક પ્રણાલી ને પ્રભાવિત કરે છે અને સંતુલનની સ્થિતિ જાળવી રાખી શકતું નથી. આ માટે શિક્ષક A વિદ્યાર્થી B ને જેટલો સંભવ હોય તેટલો પ્રયાસ કરીને માનવી શકે છે નહિતર તેમણે નીતિ X માં કઈક સમાયોજન કરવું પડશે અથવા નીતિ પ્રત્યે આશ્વસ્ત કરવા પડશે.
આમ, ન્યુકોમ્બના પ્રત્યાયન મોડેલમાં સમાજમાં સંચારની ભૂમિકામાં સામાજિક સબંધોમાં નતુલન સ્થાપિત કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment